“મહાકાળી માં” – પાવાગઢ

એક લોક કથા પ્રમાણે પાવાગઢ પર બિરાજમાન મહાકાળી માતા એક નવરાત્રિમાં નારીરુપ લઇને ગરબે ઘુમવા નીકળ્યા હતા. ત્યારે અંતિમ પતાઇ જયસિંહે માતાજી પર કુદ્રષ્ટિ કરી હતી. તે જ સમયે મહાકાળીએ તેને શાપ આપ્યો. જેના ફળરુપે થોડા સમયમાં જ ગુજરાત-અમદાવાદના રાજા મહંમદ બેગડાએ પાવાગઢ પર ચડાઇ કરી અને ગઢ પર વિજય મેળવ્યો. આ પહેવા રાવળકુળનું પતાઇ કુટુંબ અહીં રાજ કરતું હતું.આ ધામ ત્રણ શક્તિપીઠ પૈકીનું એક હોવાથી મંદિરમાં માતાજીની મૂર્તિની જગ્યાએ મુખ્ય સ્થાને ગોખની સ્થાપના કરવામાં આવી છે.

ભારતમાં અને તેમાંય ખાસ કરીને ગુજરાતમાં ધર્મનું એક અલગ જ સ્થાન છે. અહીં પથ્થર એટલા દેવ પૂજાય છે. કારણ કે ગુજરાતની પ્રજા ખૂબ જ શ્રદ્ધાળુ અને ઇશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવનારી છે. ગુજરાતમાં અસંખ્ય ધાર્મિક સ્થાનો આવેલા છે જેમાનાં કેટલાક માનવ સર્જિત છે તો કેટલાકને કુદરતી માનવામાં આવે છે. આમાંનું એક સ્થાન છે પાવાગઢ.

પાવાગઢ મા મહાકાળીનું ધામ ગણાય છે. જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. આ સ્થાન ધાર્મિક તો છે જ તેનું ઐતિહાસિક મહત્વ પણએટલું જ છે. મહાકાળી માતાના આ ધામને ગુજરાતના ત્રણ મહાશક્તિ તીર્થોમાંનું એક માનવામાં આવે છે. વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મા મહાકાળીના દર્શનાર્થે અહીં આવે છે.

વડોદરાથી અંદાજે 45 કિલોમીટર જેટલા અંતરે પાવાગઢનો ગઢ આવેલો છે. જ્યાં ઊંચે ગબ્બર પર કાળકા માતાનું મંદિર છે. મંદિર પર ચઢતા જ માર્ગમાં એક તળાવ આવેલું છે. જે દૂધિયા તળાવ તરીકે ઓળખાય છે. આમ તો મંદિર બહું મોટું નથી તેમ છતાં દરરોજ સેંકડો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે તે ભક્તોની શ્રદ્ધા આ મંદિરનું મહત્વ સમજાવે છે.

એક લોક કથા પ્રમાણે પાવાગઢ પર બિરાજમાન મહાકાળી માતા એક નવરાત્રિમાં નારીરુપ લઇને ગરબે ઘુમવા નીકળ્યા હતા. ત્યારે અંતિમ પતાઇ જયસિંહે માતાજી પર કુદ્રષ્ટિ કરી હતી. તે જ સમયે મહાકાળીએ તેને શાપ આપ્યો. જેના ફળરુપે થોડા સમયમાં જ ગુજરાત-અમદાવાદના રાજા મહંમદ બેગડાએ પાવાગઢ પર ચડાઇ કરી અને ગઢ પર વિજય મેળવ્યો. આ પહેવા રાવળકુળનું પતાઇ કુટુંબ અહીં રાજ કરતું હતું.

આ ધામ ત્રણ શક્તિપીઠ પૈકીનું એક હોવાથી મંદિરમાં માતાજીની મૂર્તિની જગ્યાએ મુખ્ય સ્થાને ગોખની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે તેની જમણી તરફ કાળકા માતાની મૂર્તિ છે. ડાબી બાજુ બહુચર માતા અને મહાલક્ષ્મીજીની મૂર્તિ છે. હજારો ભક્તો મનોકામના રાખવા અને પૂર્ણ થયેલી મનોકામનાની બાધા પૂર્ણ કરવા અહીં પધારે છે.

આ સ્થળ પ્રવાસ ધામ તરીકે પણ વિકાસ પામ્યું છે. ગઢ પર ચડવા માટે રોપ-વેની સાથે-સાથે અનેક એવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે જ્યાં પર્યટનનો લાભ મેળવી શકાય.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: